ક્યારેક તહેવારે મળીએ
ક્યારેક વ્યવહારે મળીએ
પહેલા તો કારણ વગર મળતા હતા
હવે તો કારણ હોય ત્યારે જ મળીએ
જુના દિવસો ભેગા રાખતા,
એકબીજાની કાળજી કરતા.
હવે બસ મેસેજ મેસેજ રમીએ,
બહુ બહુ તો વિડીયોકોલમાં મળીએ.
ક્યારેક તહેવારે મળીએ
ક્યારેક વ્યવહારે મળીએ
નજીક હોવા છતાંય બધાં દૂર લાગે છે,
મળવાનું મન થાય પણ ઘર, બહુ આઘે છે.
કારણ વગર કોની સાથે ઝઘડીએ..?
પહેલાની જેમ ક્યાં રખડીએ.?
ક્યારેક તહેવારે મળીએ
ક્યારેક વ્યવહારે મળીએ
લાગણીઓનેય હવે થાક લાગ્યો છે,
સફેદ વાળની જેમ પ્રેમ પાક્યો છે.
સુખ દુઃખ હવે ક્યાં જઈ વહેંચીએ ?
મનમાં જ હસીએ..એકાંતમાં રડીએ.
ડીપી અને સ્ટેટ્સમાં જોઈ થોડું હસીએ.
ક્યારેક તહેવારે મળીએ
ક્યારેક વ્યવહારે મળીએ
અશોક ઉપાધ્યાય
04/12/2020
8:41 am.