વિશ્વ દિવ્યાંગ દિવસ
આજે 3 ડીસેમ્બરને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે એક સત્ય ઘટના રજૂ કરું છું.
મારો એક ઓનલાઇન મિત્ર છે જે મલ્ટિપલ ડીસ - એબિલિટી ધરાવે છે. એના જન્મ પછી તરત જ ડોકટરે જણાવેલ કે આ બાળક કાયમ માટે અપંગ જ રહેશે. આ સાંભળી પરિવારના સભ્યો ખૂબ દુઃખી થયા. આવા સમયેજ માણસોની સાચી પરખ થાય. બાળકના પિતાએ એની માતા એમ જણાવ્યું કે આપડે આ બાળક ને મારી નાખીએ અથવા ક્યાંક છોડી દઈએ હું આવા બાળકને પોષવા નથી ઈચ્છતો. માં નું હ્રદય આ કેમ સ્વીકારે? એને ના પડી ને જણાવ્યું કે ભલે ગમે તેટલી મુશ્કેલી પડે હું આ બાળકનો ઉછેર કરીશ. બાળકના પિતા જવાબદારીમાંથી છટકી ગયા. માનવતા અને કરુણા વિહીન પિતાએ એની પત્નીને જણાવ્યું કે જો તારે આ બાળક રાખવું હોય તો હું તને છોડી દઈશ. માતાએ આ નિર્ણયનો પણ સ્વીકાર કર્યો. એને પારકા કામ તથા મહેનત કરી એકલા હાથે વિકલાંગ બાળકને મોટો કર્યો. હાલ આ વ્યક્તિ 25 વર્ષની છે. વ્હીલચેર ઉપર જ રહેવું પડે છે. ઓનલાઇન જોબ વર્ક કરી એની માં ને મદદ રૂપ થાય છે.
સમાજમાં આજે એવા ઘણા પુરુષો છે જે પોતની જવાબદારીથી મો ફેરવી બિન્દાસ જીવે છે. જ્યારે માતૃ હ્રદયની સંવેદના સભર સ્ત્રી બધી જવાબદારી વહન કરે છે. ગમેતેટલી મુશ્કેલીનો સામનો કરીને પણ જજુમે છે. સલામ છે આવી સ્ત્રીઓને.
રૂપલ ભટ્ટ " રૂહાની"......