આજે World Disability Day ને દિવસે માત્ર એક જ વિચાર આવે છે કે શું શરીરનાં કોઈ એક અંગની ખામી એ જ ખામી કહેવાય છે?
પગ ન હોય તો નકલી પગથી કામ ચાલી જાય છે. અભિનેત્રી અને શાસ્ત્રીય નૃત્ય કરનાર અભિનેત્રી સુધાચંદ્રન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
હાથ ન હોય તો પણ મજબૂત મનોબળવાળા પગથી દરેક કામ કરે જ છે.
આંખ ન હોય તો અવાજથી ઓળખીને કે કોઈ અન્ય રીતે એ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે.
આ જ રીતે શરીરના અન્ય કોઈ ભાગની ખામી હોય તો પણ કંઈક અંશે તો એનો ઈલાજ કરી જ શકાય છે.
પણ જે માનસિક વિકલાંગ છે એનું શું કરવું? નથી તો એનું પોતાનુ મગજ ચાલતું કે નથી કોઈ બીજાની વાત માનતાં. અમુક લોકો તો એવા હોય છે કે ભલે પોતાનું નુકસાન થાય પણ બીજાને નુકસાન પહોંચાડીને જ રાહતનો શ્વાસ લે છે. આજે પણ કેટલાંક લોકો એવું માનીને ચાલે છે કે જે રીતે અમે રહેતાં હતાં એ જ રીતે બાકી બધાંએ પણ રહેવાનું. એ લોકો એ સમજવા તૈયાર નથી કે સમય પ્રમાણે પરિવર્તન સ્વીકારવું જ રહ્યું.
શારિરીક ખામીવાળી વ્યક્તિ જો મજબૂત મનોબળ ધરાવે તો ધારે તે કરી શકે, પણ માનસિક વિકલાંગ ન તો પોતાને માટે કંઈ કરી શકે છે કે ન તો બીજાને શાંતિથી રહેવા દે છે.
#સુપ્રભાત