ગયો ગરજી મેહુલિયો, મનડાને તરબોળી,
બા'રથી હતી હું નિતરતી, માંહેલી કોરે કોરી..
દુઃખડા એ વણમાગ્યે આપે છે, ભરીભરી ને ઝોળી,
વાત આવે જરાક સુખની, તો'ય આપે તોળી તોળી.,
નિસ્વાર્થ કર્યો તો પ્રેમ અમે, ગુનો નોંધાયો જાણે ચોરી,
સજા સ્વરૂપે આપ્યું દિલડુ મારૂ, એ'ણે તોડીને મરોડી,
ફરી ઢગલો કર્યા શમણાં, ફરી પ્રગટાવી હોળી,
પછી એકલા બેસીને રડતી આંખોને હતી ચોળી,
વિષને નામ અમૃતનું આપી, હું રોજ પીવું છું ઘોળી,
આમ કરીને કાપુ છું, મઝલ જિંદગીની થોડી થોડી..!
-આરતી