નમો વીસ ભુજાળીયું જોમ જોરાળીયું આભ કપાળીયું ચારણીયું, વ્રણ ચારણ બાળીયું રમત ન્યાળીયું દેતીય તાળીયું જોગણીયું, નવ ખંડ નેજાળીયું ભોમ ઉજાળીયું ભાળીયું ચાચર ચોક સમે, બીરદાળીયું જોત જોરાળીયું દેવીયું,લોબળીયાળીયું રાસ રમે; ઢમ ઢોલ ધ્રડુકાય આભ ક્રડુકાય દિગ ભ્રડુકાય તેહ સમે, દરીયા હુસળુકાય ભોમ ભ્રળુકાય પાવ પ્રળુકાય તાલહમે, ઝંઝ જોર ઝ્રણુકાય ગેબ ગ્રણુકાય દિપ દ્રણુકાય અંકસમે, બીરદાળીયું જોત જોરાળીયું દેવીયું,લોબળીયાળીયું રાસ રમે; હત તાળ હળળળળ ભોમ ભળળળળ આભ ગળળળળ નાદ થીયો, દધી નીર દળળળળ શેષ સળળળળ કોલ કળળળળ હોત બીયો, દળ દાનવ ધ્રૂજત કાંપ થરરરર થીર નહી હીય ભાગ ભમે, બીરદાળીયું જોત જોરાળીયું દેવીયું,લોબળીયાળીયું રાસ રમે; રંગ રાસ રમાતાય રૈન સુહાતાય બેનાય સાતાય સાથ મળી, હીરદા હુલસાતાય દૈવ દ્રસાતાય મોગલ માતાય સાથ ભળી, ગુણ નારદ ગાતાય શારદ સાથાય ગાથાય ગાતાય દેવ નમે, બીરદાળીયું જોત જોરાળીયું દેવીયું,લોબળીયાળીયું રાસ રમે;