Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" આપણે અહીયા બોરસદમાં ક્યાં કોઈ ચીજ વસ્તુની કમી છે તે વિદેશ જવાની જરૂર પડે ? વળી નાનું શહેર છે એટલે ખર્ચો પણ ઓછો. છોકરાઓ પણ સરસ મજાનાં ભણે છે. એનાથી વધારે શું જોઈએ ? " સમીરની પત્નિ શાલિની બિચારી બોલતી જ રહી ગઈ પણ સમીરને તો ગમે તેમ કરીને વિદેશ જવું જ હતું. વિદેશનું ભૂત લોકોને કેટલી હદે નીચા બનાવે છે એ તો સમીર પરથી ખબર પડે ! એમાં વળી સમીરની
વિદેશ સ્થિત સાળી વિધવા થઈ. વિદેશ જવા મળે અને પોતાના બંને બાળકોને સારું ભવિષ્ય મળે એવો વિચાર કરીને સમીરે પોતાની સાળી જોડે જ ગૂપચૂપ હારતોરા કરી લીધા અને વિદેશની વાટ પકડી લીધી. શાલિનીએ કમને પણ સત્ય સ્વીકારવું જ રહ્યું. થોડા સમય પછી સમીરે પોતાની સાથે બંને બાળકોને પણ વિદેશ બોલાવી દીધા. શાલિની બોરસદ એકલી રહે અને ગામડાંની ખેતીવાડી સંભાળે. સમીર મોટે ભાગે વિદેશ રહે અને વર્ષે દાડે ખેતીનો હિસાબ કરવા બોરસદ આવે. આમ કરતાં કરતાં વર્ષો વીતી ગયા. ધીરે ધીરે છોકરાઓ પણ મોટા થઈ ગયા. તેઓ પણ લગ્ન કરીને વિદેશ સ્થાયી ગઈ ગયા. પણ સૌથી કરુણ વાત એ બની કે જયારે છોકરા વિદેશ ગયા ત્યારે નાના હતા. એમને તો મોટા થયા ત્યારે એવું જ લાગ્યું કે મમ્મી એ એકલા એકલા જલસા કરવા અમને તગેડી દીધા. બિચારી શાલિની
?????

Gujarati Story by Vihad Raval : 111618779
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now