મધદરિયે પહોંચી ગયું જીવન જે રીતે,
વમળોમાં ફસાયા હતા આબાદ રીતે,
તરતાં રહ્યા વમળોમાંથી એ રીતે,
હલેસાં માર્યા અદભુત રીતે,
નાવ ડોલતી સ્થિર કરી જે રીતે,
આંખોમાં દરિયો ઉમટ્યો ઘણી રીતે,
વાદળો બનાવી વિખેરી દીધા જે રીતે,
મુશ્કેલીઓની બાષ્પ બનાવી એ રીતે,
હાથમાં ક્ષણિક દુઃખ વસ્યું હતું જે રીતે,
પ્રાર્થના કરતાં હાથ જોડ્યા જે રીતે,
ઇશનો પ્રતિસાદ મળ્યો એ રીતે,
જિંદગી જીવી મજાની એ રીતે,
મધદરિયે જીવન નાવ કરી સ્થિર જે રીતે.
""અમી""