Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આદીથી ગુરૂ એક જ છે.
ગુરૂ સર્વોથી મોટુ તત્વ છે.
જેની ઉપમાં આપવા લાયક કોઈ વસ્તુ નથી.
તેનુ વર્ણન વાણીથી થઈ શકે એમ નથી.
પ્રથમ ગુરૂ આદી એક છે. જે અવિગત છે.
એક પોતે નિર્ગુણ નિરાલંબ પુરાતન વસ્તુ છે. આ જાણવા જેવુ હોય તો આ એક *સતગુરૂ સ્વરૂપ છે સંતગુરૂ સાચા છે* ભવ સાગરના નાવ કેવડિયા છે *જ્ઞાન વિના આત્મ સ્વરૂપની જયોતના દર્શન થાય નહી* આ વાત બરાબર સમજી લેવી. *ગુરૂ મુક્તિનુ ધામ છે* ભવસાગર પાર કરાવનાર સદગુરૂ દેવ છે. *સતગુરૂ કૃપા વિના આત્મ સ્વરૂપની જયોત નહી જાગે* આત્મ સ્વરૂપની ઓળખાણ નહી થાય. અજ્ઞાન વશ જીવ ભવસાગર પાર કરી શકશે નહી. *સાચા સતગુરૂ મળે તો ભવ સાગર પાર કરાવે* એટલે પ્રથમ સતગુરૂને પ્રેમથી પ્રણામ કરવા સતગુરૂ ચરણે પ્રણામ કરવા એટલે વંદન કરવા પ્રાક્ષિત કરવુ સમર્પણ થવુ. તન મન ધન અર્પણ કરવા.
*તન એટલે શરીર મન એટલે મારૂ માનવુ નામ રૂપ ગુણ એ દ્રશ્ય માત્ર ધન એટલે પ્રારબ્ધ કર્મ આયુષ્ય* આ તમામ સદગુરૂ ચરણોમાં અર્પણ કરો.
તો પણ ઓછુ લાગે એવી સતગુરૂની કૃપાથી ભવસાગર સહજમાં પાર તરાય છે. *ગુરૂકૃપા વિના અનેક અવનીમાં ભવચક્રના ફેરા ફર્યા કરવાનુ છે* માટે જે *સદગુરૂ કૃપાથી નામ સમરણ મળ્યુ તેનુ ભજન કરતા રહેવુ*
તો ભવસાગર તરતા વાર નહી લાગે.
🙏🙏🌹👏👏
*જય સીતારામ*
*જય અલખધણી*
*જય ગુરૂ મહારાજ*

Gujarati Religious by બાબા સત્સંગી : 111618041
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now