છે બધાં ઓનલાઈન,
શોધે છે પાત્ર પ્રેમ માટે ઓનલાઈન,
મળે છે એકબીજાને ઓનલાઈન,
પ્રેમ કરે છે ઓનલાઈન,
નથી પસંદ સંબંધો ઑફલાઈન,
જોઈએ છે બધાને લવ ઓનલાઈન.
પણ,
હે ભગવાન! કોઈએ ક્યારેય નોંધ્યું નહીં કે તુ તો છે હંમેશા ઓનલાઈન. નથી ક્યારેય નેટવર્કની જરૂરિયાત કે નથી કોઈ ચાર્જ કરવાની જરૂરિયાત.
બસ, આંખો બંધ કરી યાદ કરીએ અને તુ થઈ જાય ઓનલાઈન.
કોને સમજાવું આ વાત? બધાં રાખે છે ઓનલાઈન વિશ્વાસ!
- સ્નેહલ જાની