*" શું છલકાશે ? "*
આપણા હાથમાં for દૂધનો છલોછલ મલાઈ મઢેલો કપ હોય અને પીવાની તૈયારી કરતા જ હોઈએ ત્યાંજ પાછળથી કોઈ ઉતાવળમાં આવે. તેનો ધક્કો હાથને વાગે અને છલોછલ ભરેલા કપમાંથી ચારે તરફ દૂધ ઢોળાય જાય.
બરાબર આવું જ થાય. શા માટે દૂધ ઢોળાય ?
તમે જવાબ આપશો
અરે કોઈ પાછળથી ધક્કો મારે તો દૂધ ઢોળાય જ ને ?
*ના,*
આપનો આ જવાબ પૂરો સાચો નથી.
તમારા હાથમાંના કપમાંથી દૂધ ઢોળાય છે,
*કારણ કે* કપ દૂધથી ભરેલો હતો.
*પણ જો* કપ ચાથી ભરેલો હોત તો... ચા જ ઢોળાત !
જે કપની અંદર હોય એ
છલકાયને બહાર આવી જાય... ખરુંને
*આ વાતમાં છુપાયેલો સંદેશ* હવે સમજીએ.
*સંદેશ* એ છે કે આ
*છલોછલ ભરેલો કપ એ આપણે* છીએ.
જ્યારે જીવનમાં આપણને
સમય-સંજોગ પ્રમાણે ધક્કો લાગે ત્યારે
*આપણી અંદર જે હોય એ બહાર છલકાય* છે.
જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં સુધી તો આપણે બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે
ન ગમતું બને, ધક્કો વાગે ત્યારે *હકીકતમાં અંદર રહેલું વ્યક્તિત્વ બહાર* આવી જાય છે.
આપણે આપણી જાતને પૂછવાનું છે કે....
*જિંદગીમાં ધક્કો વાગે ત્યારે*
*શું છલકાશે ? કે શું ઢોળાશે ?*
આનંદ ? આભાર ? શાંતિ ? માનવતા ? વિનમ્રતા ?
*કે પછી....* ગુસ્સો ? કડવાશ ?
ખરાબ શબ્દો ? કે પછી આપણું ખરાબ વર્તન?
આપણામાંથી કશુંક *સારું જ* છલકાય, ઢોળાય એ માટે *જીવનને* ક્ષમા, શાંતિ, આનંદ, દયા, પ્રેમ, લાગણી, સ્નેહભર્યા શબ્દો અને હકારાત્મક વિચારો થી ભરી દો.
પછી ભલે જીવનમાં ધક્કો વાગે
*"કશુંક સારું જ છલકાશે."*