ગઝલ લખી આલું
===========
ચાલ તને ગઝલનો શેર લખી આલું,
ઉલા, સાનીથી મત્લાનો શેર લખી આલું.
બે મિસરામાં લઘુ ગુરુ શેરનું માપ લખી આલું,
ગાલગાનું ગણિત સમજાવી શેર લખી આલું.
રદીફ, કાફિયાની સમજણ ગઝલમાં રાખજે,
અરબી, ફારસીમાં ગઝલનો શેર લખી આલું.
પ્રેમથી પ્રિયતમાને સંદેશો આપવાનો આધાર છે,
ઊર્મિઓનો ધોધ વરસવા પાંચ શેર લખી આલું.
મક્તાનાં શેરમાં લાગણીનું પૂર્ણ વિરામ કરી આલું,
અઝીઝ તખલ્લુસ લખી ગઝલનો શેર લખી આલું.
ભાટી એન અઝીઝ
25/11/2020