તું સ્વીસ બેંકનો રાજા
હું જન ધનનું ખાલી ખાતું,
તું મોદી સાહેબનું ભાષણ,
હું ટાઢા પોરની વાતું...
તું આદુ ઈલાયચીની સુંગધ,
હું તો જાણે ઉકળતી "ચા"
તું હૃદયમાં અમર કેદ કહાની,
હું ઝાકળના બુંદ સમી
તું સ્થિર વહેતું પાણી,
હું જાણે લહેરો તોફાની...
તું રવિવારની રજાની મજા,
હું આખા અઠવાડિયાનો થાક...
-ભૂમિબા પી. ગોહિલ ...