જિંદગી જલાવી ચોમેર દિવા કર્યા છે,
હુન્નર હાથ વગું રાખી દિવા કર્યા છે.
કચકડાની કલા કારગત કરી ક્લિક કરું છું,
સમયની સાથે બાથ ભીડી દિવા કર્યા છે.
અમરત્વ આપી તસવીરો અલૌકિક ખેંચી,
ઇતિહાસને ભૂગોળ સામેલ કર્યા છે.
વિસરાઈ જતી વિરાસતને છબીમાં મઢી,
મેળા, મહેલ, કિલ્લા, વાવને પ્રવાસન સ્થળ કર્યા છે.
કળા સંસ્કૃતિ ને કલચરલનાં ફોટા પાડ્યાં,
વન્ય સૃષ્ટિની લીલી વસંતમાં પગલાં કર્યા છે.
ગુર્જર ધરાનો ભોમિયો બની ઇતિહાસ લખ્યો,
અઝીઝ તો ગુજરાતમાં ક્લિક કરી અજવાળા કર્યા છે.
ભાટી એન અઝીઝ
24/11/2020