સરળ અને નિખાલસ હોય છે કવિઓ દિલના ભોળા.
ક્યાંક ક્યાંક પ્રગટે છે એનાં બધે નથી હોતાં કદી ટોળાં.
મા શારદાની પ્રેરણા સતત એના ઉરમાં બિરાજનારીને,
અખૂટ હોય છે વિશ્વાસ હરિ પર ના પડતા વળી મોળા.
અવતરે વિચારો ઈશના કવિને માધ્યમ બનાવીને સદા,
વાણી જેના મુખેથી પરા નીકળતી ન હો અગનગોળા.
છે માણસો એ મંડન તણા ખંડન એનો વિષય જ નથી,
સ્ફુરણાથી એ લખનારા હોય છે ના કરે ખાખાખોળા.
ચોરી કરનારા કલંક સાહિત્યનું પ્રજ્ઞા અપરાધી ગણાય,
સમજનારા સમજી જાય છે નથી વિકાસ એના બહોળા
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.