Gujarati Quote in Motivational by HINA DASA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હંમેશા કકળાટ થાય છે કોઈ પુરુષવિરોધી પોસ્ટ હોય તો પુરુષો વકીલાત કરવા આવી જાય છે. કોઈના વિરોધની વાત નથી પણ આપણને સ્વીકારતા તકલીફ પડે છે કે હજુ પણ પુરુષસતાક માનસિકતા જ પ્રવર્તે છે સમાજમાં. આ ટોપિક આવે એટલે પુરુષો જ કહેશે કે તમને આવો અનુભવ થયો હશે અમે તો સારા છીએ. અલા પણ તારું ક્યાં કોઈએ નામ લીધું....🙄🙄 તમે સારા હોવ તો સ્વીકારો ને કે ઘરમાં કચરા, પોતા ને વાસણ હું કરું છું. મારી પત્નીનો ખરા અર્થમાં હું અર્ધાંગ છું. એ કોઈ નહિ કરે. તો પછી સારાની વ્યાખ્યામાં તમે ક્યાંથી આવ્યા ? વાત વિરોધ કરવાની નથી. સુધારાની છે..પહેલા તો સ્વીકાર જ અઘરો છે કે હજુ પણ આપણો સમાજ પુરુષસતાક જ છે. ઘરમાં અંતિમ નિર્ણય પુરુષો જ લે છે. સ્ત્રીઓ ખાલી સલાહ, સૂચનો અને ટકટક કરતી જ બતાવાય છે. એમને હજુ પણ સમજાવી દેવામાં આવે છે કે તમને ખબર ન પડે. અરે ! ખબર ન પડતી હોય તો સમજાવો ને તમારા ગયા પછી એ સ્ત્રી કેટલી હેરાન થશે બધું સમજવામાં એ તો વિચારો.. ઘરનો વ્યવહાર એને ચલાવવાનો થશે ત્યારે એ શું કરશે ? આપણે સારા છીએની છાપ નથી રાખવી ક્યાંય પણ ખરેખર તમારા ઘરની સ્ત્રીઓ નિઃસંકોચ પોતાનો વ્યવહાર ચલાવી શકે એવું વાતાવરણ ઉભું કરવાની છે. ઘરમાં એક સેનેટરી નેપકીન આવે તો પણ તમને ખબર હોય છે પણ લાખોની જમીનના સોદાની જાણ ઘરની સ્ત્રીઓને નથી હોતી. તમે શેર માર્કેટમાં શું કરો છો એ પણ એને કહો, વળી દલીલ કરશો કે એને ખબર તો પડવી જોઈએ ને ? એમ તો તમને પણ લીપસ્ટિકના કલરમાં કે ગલકા ને તુંરિયામાં ખબર નથી પડતી તોય એ પૂછે છે ને કે શેનું શાક કરું કે કયો કલર પહેરું. બસ એમ જ તમારે ખાલી જાણ કરવી જ જરૂરી છે... ખાલી એક વખત કહેશો કે યશ બેન્ક કે ટાટા મોટર્સ કયો લઉં તોય એ રસ લેતી થઈ હશે. શરૂઆત ઘરથી જ કરવાની હોય. ઘરની સ્ત્રીઓને સોશિયલ મીડિયા પર પોતાના ખુદના નામનું એકાઉન્ટ બનાવવા જેટલું સાહસ તમે આપી ન શકો તો ઘરના મોભીમાંથી નામ કાઢી નાખો. એમાં શું જરૂર છે એને ગામની પંચાત કરવાની 😀😀 જો એવું થતું હોય તો તમારું એકાઉન્ટ ડીલીટ કરી નાખો. બાકી અમે તો બધાને સરખા ગણીએ છીએના ધુમાડા ફૂંકવાનું બંધ કરીએ.....

© હિના દાસા

Gujarati Motivational by HINA DASA : 111614439
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now