હિરદાં ભીતર આરસી,
મુખ દેખા ન જાય....
મુખ તો તબ હી દેખીયે,
જબ મન કી દુબધા જાય....
પરમાત્માએ અંતઃકરણમાં આપણને સ્વયંને નીરખવા માટે આરસી અર્થાત દર્પણ આપેલો છે, પરંતુ ભીતર વિકાર રૂપી આવરણો હોવાથી આપણે આપણું નિજસ્વરૂપ નીરખી શકતા નથી, તેમાં આપણું નિજસ્વરૂપ ત્યારે જ નીરખી શકીશું જ્યારે મનની દુબધા એટલે કે વિકારો પડ્યાં છે, આ મનની દુબધા જ્યારે નહી રહે ત્યારે નિજસ્વરૂપની ઝાંખી થાય....