અનિમેષ નજરે મારા હાસ્ય ને જોઈ રહેતો તું,
અને તારાથી વિરુધ્ધ દિશામાં જોતી હું..
ખબર નહીં શુ જોયા કરે છે મારી સામે તું ?
પણ નજર ફેરવી લે છે તું, જો સામે જોવ હું..
વાતો કરવાના હેતુ થઈ કંઈ ને કંઈ બોલ્યા કરતો તું,
અને સાવ ચૂપ રહેતી હું..
મને બધું જ લાવી આપવાની ઈચ્છા રાખતો તું,
અને પોતાનામાં જ અલમસ્ત રહેતી હું..
મને અઢળક ચાહતો તું,
અને આ લાગણીઓથી જાણવા છતાં અજાણ રહેતી હું..
છીએ એકબીજાથી બિલકુલ અલગ,
ખબર નહીં શુ કરશું તું અને હું ?
~ રુચિતા ગાબાણી