છે જેટલું જીવાયું, વ્યથામાં જીવાયું,
આ જીવન મરણની પ્રથામાં જીવાયું.
અહીં ના ઘડી એક પણ યાદ છે કે,
થયું ક્યાં કદી કે મજામાં જીવાયું?
ભલેને બની બેવફા મારી નજરે,
હતું બાપની એ વફામાં જીવાયું.
થઈ દૂર એ જ્યારથી, છે બુરા હાલ,
અહીં હર ઘડી છે સજામાં જીવાયું.
ને એવું જીવાયું છે ક્યાં કોઈથી પણ,
છે જેવું રામની એ કથામાં જીવાયું.
કશે અક્ષ રાહત મળી ના તમોને,
સતત ને સતત છે જફામાં જીવાયું.
-Akshay Dhamecha