રાશિ પ્રમાણે પસંદ કરશો મિત્ર તો લાંબી ટકશે મૈત્રી
મૈત્રી કરવી અને એને નિભાવી જાણવી બંને બહુ જુદી વાત છે. કેટલાક લોકો મૈત્રી કરી તો લે છે પણ એમની મૈત્રી લાંબુ ટકતી નથી. જયોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે કઇ-કઇ રાશિના જાતકો વચ્ચેની મૈત્રી બેસ્ટ સાબિત થઇ શકે છે....:-
મેષ :- જો તમારી રાશિ મેષ હોય તો તમે ધનુ રાશિના જાતકો સાથે મૈત્રી કરો.
વૃષભ રાશિ :-
વૃષભ રાશિના જાતકો સાચો મિત્ર ઇચ્છતા હોય તો એમણે કન્યા અને મકર રાશિના લોકો સાથે મૈત્રી કરવી.
મિથુન રાશિ :-
મિથુન રાશિના જાતકો કુંભરાશિવાળા સાથે મૈત્રી કરશે તો એમને લાભ થશે.
કર્ક રાશિ :-
કર્ક રાશિના જાતકોએ મીન રાશિના જાતકો સાથે મૈત્રી કરવી જોઈએ.
સિંહ રાશિ :-
સિંહ રાશિના જાતકોની મિથુન અને ધનુ રાશિના જાતકો સાથેની મૈત્રી પાક્કી થશે.
કન્યા રાશિ :-
કન્યા રાશિના જાતકો મિથુન અને સિંહ રાશિના લોકો સાથે મૈત્રી કરશે તો એ આજીવન ટકશે.
તુલા રાશિ :-
તુલા રાશિના જાતકો માટે વૃષભ, મકર અને કુંભરાશિના જાતકો સાથેની મૈત્રી સારી સાબિત થાય છે.
વૃશ્ચિક રાશિ :-
વૃશ્ચિક રાશિના જાતકે સિંહ અને મીન રાશિવાળા સાથે મૈત્રી કરવી જોઈએ.
ધનુ રાશિ :-
પોતાની રાશિમુજબ ધનુ રાશિના જાતકોએ કર્ક અને સિંહ રાશિના જાતકો સાથે મૈત્રી કરવી જોઈએ.
મકર રાશિ :-
મકર રાશિના જાતકો વૃષભ અને મિથુન રાશિના જાતકના સારા મિત્ર સાબિત થાય છે.
કુંભરાશિ :-
કુંભરાશિના જાતકોએ વૃષભ, તુલા અને મકર રાશિના લોકો સાથે મૈત્રી કરવી જોઈએ.
મીન રાશિ :-
મીન રાશિના જાતકો માટે સૌથી ઉત્તમ મિત્ર કર્ક રાશિના જાતકો હોય છે.
(તમારી કુંડળી અને ગ્રહોના આધારે રાશિફળ અને તમારા જીવનમાં બનતી ઘટનાઓમાં ભિન્નતા હોઇ શકે છે. પૂર્ણ માહિતી માટે કોઈ પંડિત કે જ્યોતિષનો સંપર્ક કરો.)