જણનારી એ જોર હવે કરવાનું નથી
પનિહારી એ પાણી હવે ભરવાનું નથી,
ઉઘાડા થઈને બાઈજી વયા આવો
મુખડાને ઘૂંઘટમાં હવે ધરવાનું નથી,
આ જુઆર અને આને કાંગ કેહવાય
રો રો બાપા! તમારે દરણું દળવાનું નથી,
ને લાજ તો તમે લાવ્યા જ હશોને?
હા બોલવાનું બધું કંઈ ડરવાનું નહિ,
મેહમાન ને મે નય આવે અચાનક
તમારે અધરાતે રોટલું ઘડવાનું નથી,
તમને જો ન ફાવે તમારી સાસુ જોડે
પતિને લઈ નોખા તમારે રડવાનું નથી,
એકદમ સ્વતંત્ર તમે ભણેલા ગણેલા
ને આપડે હળવે હળવે લડવાનું નથી,
' દેવ ' તમારી દુનિયા હાંકો તમારી રીતે
તમારી મોજમાં મારે વચ્ચે પડવાનું નથી.
દેવાયત ભમ્મર...