હું મારી મસ્તીમાં મસ્ત છું
લોકો શું કહે મારા વિશે !
એ વિચારોથી નહીં ત્રસ્ત છું
હું મારી દુનિયામાં મસ્ત છું
સમય જતાં અસ્ત થઈશ જાણું છું
એથી જ વિશેષ આ સમયને માણું છું
ચુકવી ના મોજની ક્ષણો એકેય
એ જ ફકીરી આનંદમાં હું વ્યસ્ત છું
હું આ ક્ષણે વહી જતી ક્ષણોએ
મારી ક્ષમતાથી સમ્રસ્ત છું.