અવસર ચૂકી ગયા પછી કરવો અફસોસ નકામો.
હાથથી છૂટી ગયા પછી કરવો બધો રોષ નકામો.
તીર ભાથામાં હોય ત્યાં સુધી જ હોય છે આપણું,
કદી વછૂટી ગયા પછી એને દેવાતો હો દોષ નકામો.
ન સમજાવી શકાય કોઈને વાણી થકી જો કદીએ,
ગ્રહી હાથને વળી ફંફોસવાનો શબ્દકોશ નકામો.
હારી જઈએ બાજી હાથથી હાથે કરીને આપણે,
કરી પસ્તાવોને દેખાડવાનો આખરે હોંશ નકામો.
શીખવાડી જેણે ભાષાને બોલતાંય સુધ્ધાંયે વળી,
એવા વડિલો સમક્ષ ઠલવાતો એ આક્રોશ નકામો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર