🚩 જય જલારામ
સૌરાસ્ટ્ર ના મહાન સંત જમણે રોટલા ને રૂડો કર્યૌ એમની જન્મ જયંતિ ઍ કોટિ કોટિ વંદન
" राम नाम मे लिन हे,देखत सब मे राम
ता का पद वंदन करु,जय जय जय जलाराम "
રામે દીધો છે રૂડો રોટલો
🍀🍀🍀🍀🍀🍀🍀
રામે દીધો છે રૂડો રોટલો રે કોઈ ને ખવરાવી ને ખાવ
દેવે દીધો છે રૂડો રોટલો કોઈ ને દઈને રાજી થાવ રે...
પરસેવો અંગે તમે પાડજો રે ખોટા ખેલો ના ખેલ
અવિનાશી આંગણિયે આવશે દિલ રાખો દરિયાવ રે...
ટુકડો આપો ભલી ભાત થી રે જરા દિલમાં ન કચવાવ
માનવીઓ સાથે શુ લઈ ગયા ? ગયા રંક અને રાવ રે...
સાચા રે સંતો સમજી ગયા રે જેને ભક્તિ માં ભાવ
ખાધું પીધું ને વળી વાપર્યું હારે લીધો જીવનનો લ્હાવ રે...
વીરપુર જાવ તમે સતાધાર જાવ પછી તુલસીસ્યાંમ જાવ રે
પછી જાજો પરબવાવડી હા રે ધાન ઢેબરે ધરાય રે...
ટુકડા થી હરિ ઢુંકડો રે જરા મનને સમજાવ
કહેવા ન માંગુ હું તો કોઇ ને હારે ઘડ્યો ઘટમાં ઠરાવ રે...
ભક્તમંડલની આવી વિનંતી તમે કઈક તો કમાવ
સત્સંગ નું કરી બાંધો પોટલું ભેળા બેસી ને ખવાય રે...
🙏🙏🙏🙏🙏🙏🙏