સ્રી સન્માનિય છે
સ્રી, એ પ્રકૃતિ છે, મહામાયા નું સ્વરૂપ છે, આ બ્રહ્માંડ ની અધિષ્ઠાત્રી છે, પુરુષના અસ્તિત્વ અને કાર્ય ને ગુણો માં બાંધી વ્યવહારિકતા પ્રદાન કરનાર છે.એટલે જ આદ્યશક્તિ છે.
ધરતી માતા, જન્મદાત્રી ને જગદંબા એ ત્રણેય ના આપણે ઋણી છીએ. આ વિશ્વમાં દેખાય છે તે સઘળું ઐશ્વય સ્ત્રી લિંગ છે. નિયમ રૂપ ગુણ બધુંય, સ્ત્રીલિંગ માં નિવાસ કરે છે. માતા, પુત્રી, અને પત્ની મિત્ર સ્વરૂપે સદાય મદદરૂપ થાય છે, તેથી સંસાર સોહામણી સુમધુર લાગે છે.
ગીત સંગીત માં કવિતા, કોમળ સ્વરો છે, મંત્રો માં ગાયત્રી સ્વરૂપે કામધેનુ છે, નૃત્યાંગના સ્વરૂપ ની ઉપાસના અને સ્વર માધુર્ય વાક્ શક્તિ પણ સ્રી છે .
સરસ્વતી લક્ષ્મી અને કાલી એ ત્રણ ગુણો ની વૃદ્ધિ દ્વારા વિશ્વને જ્ઞાન ભક્તિ અને સમૃધ્ધિ આપનારી
ઈશ્વરીય શક્તિ ઓ છે. આ સંસાર સ્રી વગર અધુરો છે. ભગવાન અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ કરી એ મહાત્મ્ય દર્શાવે છે. દ્વેતની પરમોચ્ચ ભૂમિકા માં યુગલ સ્વરૂપે રાધા કૃષ્ણ નો દિવ્ય પ્રેમ છે. આમ આપણે દ્રષ્ટિ કેળવી સ્ત્રીનું સન્માન કરવું જોઈએ