ઉભું હતું એક સપનું મારા ઉંબરે
મને લાગ્યું જાણે કે આવી છે તું
હતી એના કરતાં પણ વધારે રૂપાળી લાગી
જાણે અમાસે પૂનમ થઈ ને ઊગી છો તું
કાંઈ આ આભલા મઢી રાત હતી
કે પાલવ સરકાવતી હતી તું
ઉજળી આ રાત માં મારે કોરાણે આવી ને
મારા ધબકાર જાણે ગણતી હતી તું
ઓશિકા ની કોરમાં મારા આશુ ની ધાર હતી
એને હથેરી થી જીલતી હતી તું
પંપાળી મને સ્નેહ થી જાણે મારી સાથ
મુજમાં મુજથી વધુ જીવતી હતી તું
સફળો બેઠો થયો જાગી ને જોવા લાગ્યો
ખાતરી કરી,આ સપનું હતું સપનામાં
કે આવી હતી તું
મુજને મુજથી મડાવતી હતી ને પછી
હળવે થી બોલી વાલમ.....
તુજમાં હું ...મુજમાં બસ એક તું
©ગીતા એમ ખૂંટી