ભક્તિ તો ભાવ વિના નવ આવૅ રે
✍🏻 દાસ હોથી
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
ભક્તિ તો ભાવ વિના નવ આવે રે,ગુરુગમ ક્યુ પાવે ...
પ્રથમ સંત ની સેવા ન કીધી રે,અનેક વાતું મર લાવે રે
ગુરૂગમ જ્ઞાન શબ્દ સુધ વિના રે,પ્રેમ મગન કોઇ ગાવે રે...
સલિલ ભક્તના સ્વપ્નામા નાવે રે,પાટે જ્યોતુ જગાવે રે
દિલડા મા દુબધ્યા ભીતર ન ભિન્જ્યા રે,પીર થઈ ને પુજાવે રે...
મનડા ના મેલા ને હાલે ક્ફેલા રે,સતગુરુ શુ સમજાવે રે
મેલી મરજાદા ને હાલે ઉવાંટે રે,ભિન્તુ મા ભટકાવે રે...
કાગાની સંગતે કબુધ્ધિ આવૅ રે,શાન સંતોની કેદી નાવે રે
દાસ હોથી કહૅ સતગુરુ સેવા વિના,નિશ્ચે નરક મા જાવે રે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻