Gujarati Quote in Motivational by Rajeshwari Deladia

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમર્પણ શબ્દ બોલવામાં લાગે છે કેટલો સુંદર શબ્દ.પણ એનો અર્થ કેટલો ગહન થાય છે.

સમર્પણ એટલે પોતાની પૂરેપૂરી જાત અન્ય ઉપર ન્યોછાવર કરી દેવી.જેમ કે એક સૈનિક પોતાની પુરી જિંદગી પોતાના દેશને સમર્પિત કરે છે.એક સ્ત્રી પોતાની જાતને પૂરેપૂરી પોતાના પરિવાર માટે સમર્પિત કરી દે છે.એવી જ રીતે માતા પિતા પોતાનું પૂરેપૂરું પોતાના સંતાનોને સમર્પિત કરી દે છે.

એક બાળકનો ઉછેર કરવા માટે માતા કે પિતા માંથી કોઈ એકનું સમર્પણ જરૂરી નથી.પણ એનો ઉછેર કરવામાં બંનેનો ફાળો મહત્વનો હોય છે.સામન્ય રીતે આપણે જોઈએ તો આપણે હંમેશા એમ જ કહીયે છીયે કે એક બાળકનાં ઉછેરમાં એની માતા એનું સર્વસ્વ સમર્પિત કરી દે છે.હા આ વાત સાચી છે પણ જોડે જોડે એ પણ હકીકત છે કે બાળકનાં ઉછેર જેટલુ સમર્પણ માતાનું હોય છે એટલું જ સમર્પણ પિતાનું પણ હોય છે.

કેટલાય કષ્ટ સહન કરીને માતા પિતા પોતાના સંતાનોનો ઉછેર કરતા હોય છે.કેટલીય બાબતોનું સમર્પણ કરીને પોતાના બાળકોની ખુશી માટે હમેશા બધુ જ કરવા માટે તૈયાર હોય છે.પણ દુઃખ તો એ વાતનું થાય છે કે જ્યારે બાળક પોતાના માતા પિતા એ કરેલા સમર્પણને ભૂલી જાય છે. એ બધુ ભૂલી જઈને જ્યારે એમ કહે છે કે તમે ચુપ રહો.તમને કાંઈ સમજણ નથી પડતી. આ સમયે મારુ કાળજું કપાઈ જાય છે.

જ્યારે જ્યારે હું આવા બાળકોને જોઉ છું ત્યારે એમની હરકતો પર મારુ હૃદય દ્ધવી ઉઠે છે.ત્યારે મન પોકારી ઉઠે છે કે હે પ્રભુ આવુ ગમે તેવું સંભળાવવા કરતા, આવુ ગમે તેવું જોવા કરતા સંતાન વિહોણા રાખ્યા હોત તો વધું સારુ થાત.અંતે બસ એટલું જ કહીશ,

"ભૂલો ભલે બીજુ બધુ મા બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એનાં એ કદી વિસરશો નહીં.'

🙏🙏🙏🙏🙏

રાજેશ્વરી

Gujarati Motivational by Rajeshwari Deladia : 111612458
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now