(એક વિચાર)
દરેક જીવન અપેક્ષાઓ અને ઇચ્છાઓ પર નિર્ભર છે
અપેક્ષા અને ઇચ્છા જ કર્મ ને જન્મ આપે છે અને બધી ઉપાધીઓ નુ સર્જન ત્યાંથી જ થાય છે.
જીવન નો મોહ કેમ નઇ છુટતો હોય ? ઇચ્છા, અપેક્ષા, કર્મ, આશા, નિરાશા, સુખ, દુખ, લાગણીઓ, સંબંધો ના ઘરેણાં પહેરી જીવ કેમ ભટકયા કરતો હશે ?
કોઇપણ જ્ઞાન ની સમજ સરળ હોઇ શકે પણ આચરણ અને અનુકરણ એટલુ જ કઠીન.
શ્રીમદ ભગવત્તગીતા ના શબ્દો નુ જ્ઞાન ભલે સરળ હોય પણ મન માં ઉઠતા સવાલો ના સમાધાન માટે તો જ્ઞાન ની સાથેસાથે તેનુ આચરણ આવશ્યક છે.
અર્થાત જ્ઞાન અને આચરણ વચ્ચે રહેલા ક્ષિતિજ ની શોધ તો જાતે જ કરવી પડે.