ગમે તેટલા અત્તર, ચંદન ઘસી લો, કે ગમે તેટલા મોંઘા વસ્ત્રો કે સાબુ વાપરો, પણ કરેલ કાર્યોની મહેક જેટલી આવશે એટલી તમારા દેખાવની ક્યારેય નહીં આવે.
દેખાવ તો આજે છે ને કાલે નથી. પરંતુ વ્યક્તિત્વની સુગંધ માનવીના મર્યા પછી પણ રહે છે. સારા કર્મો કરીને સારી મહેક છોડી જવાનો પ્રયત્ન કરવો.
- સ્નેહલ જાની