Gujarati Quote in Poem by Violet

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ન થવાનું થઈ ગયું
જન્મ આપ્યો માતા-પિતાએ, 
ઉચ્ચ શિક્ષણ ગુરૂજીએ, 
કરી વંદના ઈશ્વર ચરણોમાં, 
તો પણ ન થવાનું થઈ ગયું. 
સપડાયો માનવ શેતાનના સંકજામાં, 
લોભ, લાલચ અને ક્રોધરૂપી વમળો માં, 
લીધો ભરડો દુન્યવી બાબતોએ, 
અને ન થવાનું થઈ ગયું
સમય છે હજુ પણ ઓ માનવ, 
સમજ ઈશ્વરના કાળરૂપી કોપને, 
કર કાર્ય ઈશ્વરની મરજીના, 
થશે સઘળુ જે થવાનું હશે તેતે. 

-Violet R Christian

Gujarati Poem by Violet : 111611119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now