ફક્ત દુઃખ કે પીડા જ આંખો ભીની કરી દે એવું નથી...
અચાનક કયારેક તમને નિશાળ ના છોકરાનું ટોળુ દેખાય જાય ને તમને તમારો ભૂતકાળ આવી ને થપ્પો આપે ને જતાં રહેલા મિત્રો યાદ આવી જાય,
.............ત્યારે બે ટીપા સુખદ અશ્રુ પાકકા !!
સમયે લખેલા લેખે બે સગા ભાઇઓ જુદા થઈ જાય, અલગ ધંધો, અલગ ઘર,
એકબીજા સાથે બોલચાલ પણ બંધ,
કયારેક એ જ ભાઇઓ ભૂતકાળ વાગોળે ને પોતપોતાના બાળકો માં પોતાનું વિતી ગયેલું બાળપણ નિહાળે,
............ત્યારે બે ટીપા સુખદ અશ્રુ પાકકા !!
દિકરીને પરણાવી હજી બે ત્રણ વર્ષ સુધી ઘરના ખાલીપા સાથે એડજસ્ટ થતો હોય,
ને ત્યાં જ દિકરી ગર્ભવતી છે એના સમાચાર આવે ને એના જીવનનો એ ખાલીપો ભરાવાના આનંદમાં એ નાનાજી બનવા ઊતાવળો થાય,
ને જયારે એની દિકરી એક દિકરી ને જન્મ આપે ને એ નવજાત ના હાથની પહેલી આંગળીનું ટેરવું નાનાજી ના ગાલ ને અડે,
............ ત્યારે બે ટીપા સુખદ અશ્રુ પાકકા !!
નવજાત બાળકને વહાલથી ઊછેરતી માં રોજ બાળકની સંભાળ રાખતી અને એની મમતા વરસાવતી હોય,
ને જોતજોતામાં એ નવજાત બાળક એકાદ વર્ષનું થઈ જાય ને માં ની નજર સામે એના ખોળામાંથી બહાર નીકળી પહેલી પાપાપગલી ભરે
...........ત્યારે બે ટીપા સુખદ અશ્રુ પાકકા !!
સુખ જયારે આંખો ના રસ્તે થઈ હ્રદય માં સમાઇ જાય ને..
............ત્યારે બે ટીપા સુખદ અશ્રુ પાકકા !!