તુ કોઈ વોડકા, વાઈન, બીયર, કે વિસ્કી નથી જે ને જોઈ ને હું ખુશ થઇ જઉં,
તું બરફ નો એ પહાડ પણ નથી જેનાં પર ચડી ને હું સેલ્ફી ખેંચું,
તું ઉછળતી કુદતી એ નદી નથી જેને જોઈ ને મન ને ઠંડક થાય...
તું તો તપતા રણ માં મળેલું એક ગ્લાસ ઠંડુ પાણી છે..
તું એક નાનકડું સાદું સિમ્પલ ઘર છે...
તું જુન ના ખરા બપોર માં મારા હાથ માં રહેલો કોટન નો રૂમાલ છે..
તને જોઈ ને મારી ધડકન ઉછાળા નથી મારતી,
શ્વાસ પણ ઉપર નીચે નથી થતો,
તું છે તો આ દિલ ધડકે છે પુરા બોત્તેર વખત..
તું છે તો શ્વાસ લેવા માં અનુકુળતા છે..
તું પાસે ના હોય તો પણ
મને રત્તીભાર ફરક નથી પડતો,
તું હંમેશા મારી સાથે છે.. એજ મારી અમીરી છે..
તૃપ્તિ નો સૌથી સુંદર અહેસાસ તો એજ છે કે
તું મારા જીવન માં એક મિત્ર તરીકે આવી..
તને હું દિવસ રાત યાદ નથી કરતો,
બસ હું તો તારી સાથે જીવું છું..
હું સંતુષ્ટ છું તારી સાથે,
બસ મારે તો તને આટલું જ કહેવું છે..
મારે નથી જાણવું કે તારા જીવન માં મારું શું મુલ્ય છે,
બસ મારે તો મેં આકેલું તારું મુલ્ય માણવું છે..