મને તારી જરૂર હોય છે.
દરેક ક્ષણે.......
દરેક પરિસ્થિતિમાં.....
દરેક સમસ્યામાં......
દરેક સંજોગોમાં......
મોઢામાંથી ‘આહ’ નીકળે ત્યારે પણ અને ‘વાહ’ બોલાઈ જાય ત્યારે પણ.....
હું કોઈ સુંદર દૃશ્ય જોઉં ત્યારે મારે તને એ દૃશ્ય બતાવવું હોય છે.....
હું ઇચ્છું છું
કે મેઘધનુષ જોઈને
મારી જેમ તારો ચહેરો પણ ખીલી જાય.....
મને માત્ર મારી ઉદાસીમાં જ તું નથી જોઈતી,
મારી ખુશીમાં પણ
મને તારું સાંનિધ્ય જોઈએ છે......
મને ખબર છે કે તું મને ખૂબ પ્રેમ કરે છે.
મને જરૂર હોય ત્યારે તું ખડેપગે હોય છે.
આમ છતાં,
મને સવાલ થઈ આવે છે કે ત્યારે જ કેમ?
મને માત્ર
મારાં આંસુ લૂછવા માટે જ નહીં,
મારી સાથે ખડખડાટ હસવા માટે પણ તું જોઈએ છે.