સા થ સહકારને સંપથી વીતે જીવન સાલ મુબારક.
લ ગન રહે સત્કાર્યોની એવું હો મન સાલ મુબારક.
મુ ખમંડળે તેજપ્રકાશ થાય આગમન સાલ મુબારક.
બા દ થાય બદીને અહંનું થાય શમન સાલ મુબારક.
ર તિ રહે રામમાં સુધરે જીવન કવન સાલ મુબારક.
ક ર્મ કરી પામવા ચાહે સહુ જનેજન સાલ મુબારક.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.