🙏 *આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે.* 🙏
👉આ *'ધોખો'* છે શું..??
વિક્રમ સંવતનું 'કેલેન્ડર' *ચંદ્રની ગતિ* પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, *ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ* પર આધારિત જ છે.
સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ *ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.*
દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
*'કૃતિકા'* નક્ષત્રથી *કારતક* માસ,
*'મૃગશીર્ષ'* નક્ષત્રથી *માગશર,*
*'પુષ્ય'થી પોષ,*
*'મઘા'થી મહા* વગેરે..
આવી જ રીતે *'આસો'* માસની *અમાવાસ્યા* બાદ, ચંદ્રએ *'કૃતિકા'* નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.
*ચંદ્રના,* પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય *'પૂર્ણ દિવસ'* માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી એટલેકે ચંદ્રએ *વિશ્વાસઘાત (ધોખો...??) કર્યો.*
આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય.
પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો *બફર' દિવસ* ગણાય. *(પડતર દિવસ)*
🛕 *આપ સૌને આજે ધોકાની (ધોખા)(પડતર ) દિવસ ની શુભકામનાઓ....*