#અમસતી_વિચ૨ધારા_Post_9
#દેખાવો_વિચારવા_જેવો_એક_વિચાર
#Diwali_Celibration
•સૌ પ્રથમ મારા આ શીર્ષકના તમામે તમામ વિષયોને પ્રેમ આપવા બદલ આપ સૌનો ધન્યવાદ અને આપણા ભારતવર્ષના મોટા તહેવાર દિવાળીની સાથે સાથે તમામ ગુજરાતીઓના નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.
•મે આજે દિવાળીની ઊજવણી કરી અને કદાચ તમે પણ કરી જ હશે.મારી ઊજવણી મારા પરિવાર સાથે વિતાવેલા સમયની સાથે થોડી વાતો અને હસી મજાક હતા.તમારી ઉજવણીમાં શું હતું?કોમેન્ટમાં જણાવી શકો છો.
•આ બધાની વચ્ચે મે લાખો અને કરોડોના ફટાકડાનો અવાજ અને ધુમાડો જોયો.તેની સાથે સાથે મે આજે દિવાળી ઊપર એક ૬૫ વર્ષના નિરાધાર માજીને રસ્તા ઊપર ફક્ત ૧૦ રૂપિયા માંગતા જોયા.બે દ્રશ્યોની કરુણતા મને અત્યારે સમજાઈ જે મારે તમારા સાથે શેર કરવી છે.
•૬૫ વર્ષના માજીએ પૈસા માંગવા હાથ લાંબો કર્યો તો ગાડીના કાચ ઊતર્યા અને એક સ્ત્રીનો અવાજ આવ્યો,"શું હાલ્યા આવો છો માંગવા?ઊંમર થઈ ક્યાંય પડ્યા નથી રહેતા અમારી પતર ઠોકવા ચાલ્યા આવ્યા.એક તો આ કોરોનાવાયરસથી લીધે કામ-ધંધાને ધક્કો લાગ્યો તો તમને અમે પૈસા ક્યાંથી આપીએ?માફ કરશો અને આગળ વધો."આટલું બોલ્યા પછી તે સ્ત્રીએ કાચ બંધ કરી નાખ્યો.માજી ત્યાંથી એક મોટી નિરાશા સાથે આગળ વધ્યા.
•મે તે માજીને પૂછયું,"બા,તમારા પરિવારમાં બીજુ કોઈ છે નહિ?"માજી એ કહ્યું,"બેટા,ભગવાને અમને વાંજીયા તો રાખ્યા ઊપરથી ગરીબ.મારા પતિ હતાં તો તે ગમે તે મહેનત કરીને પૈસા લાવતાં અને તેમાંથી અમે અમારું પેટ ભરી લેતાં પરંતુ હવે તો તે પણ મને છોડીને ભગવાન પાસે ચાલ્યા ગયા તો હું ક્યાં જાવ હવે?"આટલી વાત સાથે તે રડી પડ્યા અને તે મારાથી ન જોવાયું એટલે મે તે માજીને ૧૦૦ રૂપિયા જમવા માટે આપ્યા અને હું મારા કામ માટે આગળ વધ્યો.
•થોડે દૂર જતાં મે જોયું કે પેલી ગાડીમાં બેઠેલી સ્ત્રી તેના પતિ અને બાળક સાથે એક ફટાકડાની દુકાને ઊભા હતા અને તેનો છોકરો મોંઘા મોંઘા ફટાકડા લેતો હતો,તેના માતા-પિતા પણ રાજી થઈને લઈ આપતાં હતાં.૯ે જોઈને મને ઘણું દુઃખ થયું.
•બસ આ નાનકડી વાત અને અનુભવ ઘણું શીખવી ગયો કે કોઈને બીજાની મદદ કે સહાય કરવામાં કોઈ રસ જ નથી.બસ આપણું કરો બાકી દુનિયા જાય તેલ લેવા.પરંતુ જ્યારે ભગવાન આપણને તેમ કહી દેશે તો આ દુનિયા જ નહિ રહે.
•મોંઘા ફટાકડા ફોડીને બધાને પોતાની ઠાઠમાઠનો દેખાવો કરવો છે.આમ જેવા જઈએ તો આપણા હિંદુ શાસ્ત્રમાં દિવાળીમાં ફટાકડાનું કંઈ મહત્વ છે જ નહિ આ તો સમય સાથે લોકો પોતાના મોજ અને દેખાવા ખાતર ફોડે છે.વિચારો જેટલાં રૂપિયાનો ધુમાડો થાય છે દર દિવાળીએ જો તેટલા રૂપિયા ગરીબ પાછળ વાપરે લોકો તો આપણો દેશ ગરીબ રહે જ નહિ.પરંતુ ના આપણા સમાજમાં દેખાદેખીની રમત તો ચાલવી જ જોઈએ.
•ખરેખર દિવાળી એટલે દિવાનું પર્વ છે તમે તમારા સમાજ અને જીવનમાંથી ખોટા વિચારોના અંધકારને દૂર કરી એક સાચા અજવાળામાં આવો તે એટલે દિવાળી.પ્રેમ,સ્નેહ,ખુશી અને દિવાઓનો તહેવાર અટલે જ દિવાળી.
•પરંતુ સાહેબ સમાજસેવા અને સારા કામો થશે તો ખોટા લોકો ક્યાં જશે?માટે લોકોને બસ ખોટા અને દેખાદેખીની જ દુનિયા જીવવી છે.સત્યની દુનિયા બનાવવી કે તેના સત્ય સાથે જીવવું પણ લોકોને નાપસંદ છે.જે હવે ભગવાન પણ કળિયુગ તરફ જાય છે
•મારી નાનકડી વાત ઘણું બધું કહીને શીખવાડી જાય છે.
--જયરાજસિંહ ચાવડા