મનોહર દાસ રચીત પદ..
............................................
આપમે આપ લખાયા.
ગુરૂને અગમ ભેદ બતાયા.
ભવો ભવની ભ્રમણા ટાળી.
સત્ય વચન સુણાયા.ટેક...
સુધ્ધી સાચા સમરણની આપી.
હરદમ હરી લખાયા.
દવેત્ત ભાવ દૂર કરી.
નીજ સ્વરૂપ ઓળખાયા.ટેક...
નામી નામનો ભેદ છે ઊંડો.
સતગુરુ એ ભેદ બતાયા.
મન વાણી પર તું પોતે.
અગમ ઘર દર્શાયા.ટેક...
પિંડ બ્રહ્માંડ પાર પહોંચી સુરતી .
નુરત સુરત લેહ લાયા
મનોહર સત્ય સ્વરૂપમાં સમ્યા.
નામ અનાદી પાયા.ટેક...
..............................................
લેખન:મનોહર દાસના.
જય ગુરુ મહારાજ સાહેબ બંદગી..