Gujarati Quote in Blog by Tr. Mrs. Snehal Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોહીનાં સંબંધો કરતાં લાગણીનાં સંબંધો હંમેશા ઊંચા હોય છે. હું નમતી આવી છું અને નમીશ પણ દરેક વખતે નહીં. જ્યારે અન્યાયનો અનુભવ થશે ત્યારે નમવું કોને કહેવાય એ યાદ પણ નહીં રાખું. કોઈ સાથે અણબનાવ ન બને તે માટે મૌન પણ વજનદાર જ રાખું છું. પરંતુ દરેક વખતે ચૂપ રહી સહન નહીં કરું. જ્યારે બોલવું પડે ત્યારે તો બોલીશ જ. ધારદાર શબ્દો હું પણ રાખું છું, પણ વગર કારણે એનો ઉપયોગ કરવો યોગ્ય નથી સમજતી. ભલે બોલવામાં થોડી કડવી છું પણ ખોટી વાત સાથે જીવવું પસંદ નથી. કોઈને સારુ લાગે તે માટે જૂઠું બોલવું મને યોગ્ય લાગતું નથી. મારા મતે જૂઠું બોલીને કોઈનાં ખોટા વખાણ કરવાને બદલે સાચું બોલીને એમની ભૂલનું દર્શન કરાવવું જ સાચી રીત છે.

Gujarati Blog by Tr. Mrs. Snehal Jani : 111609903
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now