દિવાળી ....
રંગબેરંગી રંગોના રંગથી રંગાયેલી છે દિવાળી...
ઘરમાં સાફ-સફાઈ ના અભિયાનની રોનક છે દિવાળી.....
ફટાકડા ના આતશબાજી થી આકાશમાં ગુંજે છે દિવાળી....
તનકતારા ના તારાથી રાત્રિની રોનક છે દિવાળી.
ઘરના દીપથી પ્રકાશિત રોશનીની સજાવટથી ચમકથી મહેકતી છે દિવાળી.
બાળકના હાસ્યમાં રજાની રેલાતી મોજ મજા છે દીવાળી...
મીઠી મીઠી મીઠાઈઓ અને વાનગીઓની મીઠાશ છે દિવાળી....
સંબંધોમાં મીઠાશ મહેક સાથે ઉમંગ છે દિવાળી.
રીસાયેલા સંબંધોની વાતો ભૂલીને માન સન્માનની છે દિવાળી.
સંબંધોને અનુરૂપ થઈ દીપના પ્રકાશથી રોશન કરવાની છે દિવાળી.
જીવનનું નવુંરૂપની તાજગીનું નામ છે દિવાળી.
-Gayatri Patel