દરદ ખમાય છે, તમારી અસર છે,
ખુશી બેવડાય છે, તમારી અસર છે.
સફર આ જુઓ કાયમી ખેડાય છે,
ને,સચવાય પળો, તમારી અસર છે.
આમ તો જીવાતી જતી હોય જિંદગી,
પણ છે હવે ખાસ, તમારી અસર છે.
વિવાદ અહીં બહુ થયા આમ જુઓ તો ,
પણ હવે ગમે સંવાદ, તમારી અસર છે.
આ રોજે રોજ પથ્થર થતાં શહેરની વચ્ચે,
એક સળવળાટ મારામાં, તમારી અસર છે.
રચના: નિલેશ બગથરિયા
"નીલ"