🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔 લાગણીથી ખળખળો તો છે *દિવાળી*,
પ્રેમના રસ્તે વળો તો છે *દિવાળી.*
એકલા છે જે સફરમાં જિંદગીની,
એમને જઈને મળો તો છે *દિવાળી.*
છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે *દિવાળી.*
ઘાવ જે લઈને ફરે છે કૈંક જૂના,
પીડ એની જો કળો તો છે *દિવાળી.*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
*અજ્ઞાત કવિ ની સુંદર રચના*
🪔 *શુભ દિપાવલી*🪔