આપણે આપણા સમાજમાં દરેક જાતિ કે જ્ઞાતિ ને સારી રીતે માન સન્માન આપીએછેં પણ સમાજમાં રહેલી બે જાતિ ને જ આપણે કદી માન સન્માન આપતા નથી તેતો જગ જાહેરછેં એક હરિજન ને બીજી જાતિ કિન્નર આજ આપણે હરિજન વિશે વાત નથી કરતા પણ વાત કરવીછેં એક કિન્નરની
જેને આપણે બીજા ઘણા નામોથી ઓળખીએ છીએ જેમજે કિન્નર, છક્કો, માસી...વગેરે
પણ આપણે અહીં કોઈ સારા નામથી જ તેની વાત કરીશુ ( કિન્નર )
સુરતના એક અડાજણ વિસ્તારમાં એક નાની ધંધાકીય ગલીછેં તેમાં એક કિન્નર પોતાનો સ્વતંત્ર ધંધો કરેછેં (ફરસાણ)
તેની વાત એવી છેં કે તે નાનો હતો ત્યાં સુધી બધું બરાબર હતું પણ જયારે તેની ઉંમર વધવા લાગી ત્યારે તેના શરીરમાં ગણા તફાવત જોવા મળ્યા આમતો તે એક છોકરો જ હતો પણ તેની ઉંમર વધ્યા પછી તેને છોકરાના લક્ષણઃ આવવાને બદલે છોકરીના લક્ષણો આવવા લાગ્યા!
જેમકે તેને બોલવાની ઢબ, હાય હાય !
ચાલવાની કળા, લચક મચક !
આમ પછી તેના પોતાના માં બાપ ને પણ ખબર પાડવા લાગી કે અમારો આ છોકરો હવે છોકરો નથી પણ એક કિન્નર લાગેછેં આથી એક દિવસ તેના બાપે તેને ઘરમાંથી કાઢી મુકીયો! આથી રખડતો રખડતો એક baucher માતાના મંદિરે જઈ ચડ્યો જ્યાં બાજુમાં જ આવા બીજા કિન્નરો પણ રહેતા હતા તો તેમને આ છોકરાને આવકાર અપિયો તેઓ જાણી ગયા કે આ અમારી જ્ઞાતિનો લાગેછે પછી તો છોકરાએ પોતાના ઘરમાં બનેલ બધી વાતચિત્ત કરી દીધી ત્યાર બાદ પેલા કિન્નરોએ તેને ટ્રેનિંગ આપી કે લોકો પાસે કેવી રીતે પૈસા માંગવાના...
દે તાલી 🤗
આમ આ કિન્નર ધીરે ધીરે બધું શીખીને બજારમાં લોકો પાસે પૈસા માંગવાનું ચાલુ કરી દીધું પણ અમુક દિવસ પછી તેને લાગીયુ કે આમ લોકો પાસે કોઈ મહેનત કરીયા વગર ફક્ત તાળીઓ પાડી ને પૈસા માંગવા એ સારી વાત નથી!
આથી તેને પેલા મદદ કરનાર કિન્નરોને ઘસીને ના પાડી દીધી કે હું આ કામ નહિ કરું મારે મહેનત કરી ને મારું પેટ ભરવુછેં ને એક સારી જિંદગી પણ જીવવી છેં બસ એક આવો સરસ વિચાર સાથે તે ત્યાંથી નીકળી ગયો ને તેને બચાવેલા થોડાક પૈસા થી પહેલા નાનો સરખો ધન્ધો શરૂ કરીયો ને પછી તેને વધુ કમાણી કરીને એક નાની દુકાન પણ ભાડે લીધી ને તેમાં ફરસાણનો એ જ ધાંધો શરૂ કરીયો ને આજ તેનો એ ધંધો એટલો બધો ચાલી રહીયો છેં કે તે પોતાના માં બાપના ઘેર જવાનો તેને સમય નથી મળતો
તેને તેની માં બહુ વહાલી છેં પણ તેનો બાપ તેને ઘરમાં ઘુસવા નથી દેતો એજ તેને બહુ દુઃખ થાયછેં
આજ પણ સુરતના આ અડાજણ વિસ્તાર માં તેની દુકાન મોજુદછેં
આને કહેવાય એક નવા ધંધા સાથે જિંદગી ની એક નવી ચાલ 👌
(તેની પાસે બેઠેલા બે ભાઈ તેનું એક અંગત ઇન્ટરવિયુ લઇ રહિયાછેં)