●આજ મને હસી લેવા દો!●
•દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો!
મુજ ઘણાં દુ:ખો દેખાય છે,સુખને શોધતો ફરું છું!
તો પણ,
•દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો!
મુજ આજે જ્ઞાત થાય છે કે નજરમાં જ ખોટ હતી,
દુ:ખો શોધતી રહી અને સુખ આગળ જ હતું કે મારી આંખો જ બંધ હતી!
•દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો!
જો ખામીઓ જ શોધવા નિકળીશ,તો કદાચ ભગવાનમાં પણ ખામીઓ શોધી કાઢીશ!
મારે શું કરવાં દુર્ગુણોને ગણી સદગુણોને અવગણવા છે!
•દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો!
કાલ સુધી મને છપ્પન-ભોગ પણ ક્યાંક અધુંરા લાગતાં હતાં,
આજ મારી ભુખ સાદા ભોજનથી જ મટી જાય છે!
•દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો!
કાલ સુધી મને પાકાં-મકાનો જોઇ મારાં કાચા-મકાનનું કાઈ અસ્તિત્વ જ નતું દેખાતું,
આજ મને ખાલી મારાં માથાં પરની છત જોઇ લેવા દો,
•દુ:ખી થવાનું કારણ શું?આજ મને હસી લેવા દો!