સાહિત્ય ચોરી કરી પોતાને કવિ ગણાવે છે.
ઊઠાંતરી કરીને મહાશય એ મનને મનાવે છે.
થવું છે વિખ્યાત બીજાનું તડફંચી કરીકરીને,
એંઠવાડ આરોગી પોતાને જમેલો કહાવે છે.
એમ કૈં માલ ચોરીનો શીંકા લગી ના પહોંચે,
પ્રજ્ઞાઅપરાધી ખોટી ખ્યાતિ કેવી જમાવે છે!
અસત્ય આખરે છાપરે ચડી પોકારે છે એનું,
લાજશરમ નેવે મૂકી નીચાજોણું એને ફાવે છે.
સરાસર જૂઠ સત્યની સામે ના ટકતું એ કદી,
પર્દાફાશ થતાં એનો આખરે માફી મંગાવે છે .
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.