તાજી રચના.. માણો
*ગઝલ - અવસર મળે*
➖➖➖➖➖➖➖➖➖➖
વાત કરવાનો જરા અવસર મળે,
દિલને રાહત તો પછી પળભર મળે.
કૈંક ગોટાળો કર્યો છે એટલે,
ના હિસાબો તો હવે સરભર મળે.
શક્યતા છે એક દિ' ભેટી શકે,
જો નદી દોડે ને તો સમદર મળે.
કોઈપણ રાજી નથી પીવા હવે,
ઝેરને જો પી શકો શંકર મળે.
સ્મિતનું આકાશ ગાલે વિસ્તરે,
બાપને જો દીકરો પગભર મળે.
મૂર્તિમાં પણ થઈ શકે તબદીલ એ,
એક ખરબચડો ભલે પથ્થર મળે.
"દીપ"થી રોશન ધરા થઈ જાય છે,
ચાંદથી ઝળહળ સદા અંબર મળે.
➖➖➖➖➖➖➖➖➖➖
💘દીપકસિંહ સોલંકી "દીપ" બાહી💘