રામદેવ પીર ની વાણી
🐚🐚🐚🐚🐚🐚🐚
અસન જુગ પહેલા અમર જોગી
પ્રેમબુંદ જેની પાસ
કાસબ ને ઘેર આદિતા રાણી
જેણે ઝીલ્યો ધરમ નિજાર
અવતાર કહુ રામ દે તમે
સુંણો વિરમ દે ભાઈ
આવી રુડી રિતુ તમે પાળો રે..
મોટો ધરમ શેષનાગે ઝીલ્યો,જણે ઉપાડ્યો ધરા નો ભાર
શેષ ના ઘરમા અલિલા રાણી,જેણે ઝીલ્યો ધરમ નિજાર
ઈ ધર્મથી મેઘરાજા વર્ષે,વરસે અખંડ ધાર...
આવી રુડી રિતુ....
ઇન્દ્ર્ના ઘરમા અજ્મેલા રાણી,જેણે ઝીલ્યો ધર્મ નિજાર
બાવન,બાસઠ,અનંત કોટિ સાધુ અપરંપાર
વ્યતિપાતે કોઇ દાન ડેવે તોય નાવે મ્હાધરમ સમાન
આવી રુડી રિતુ...
કનક-કુંજર કોટિક ભરિયા ગાય કરોડ પચાસ
કુરુ ક્ષેત્રમા જઈને દાન દેવે તોય નાવે બીજ ધરમ સમાન
આવી રુડી રિતુ...
કહુ રામા તમે લખી લયૌ નામા,સંત મળયા છે સુજાંણ
અમરફળ તમારી હાથ આવ્યૂ,ભુલો નહિ રિત સંસાર
આવી રુડી રિતુ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻