શાળા તું મુંજામાં પાછો કિલકીલાટ થાશે,
બાળકો આવશે ને સુંદર બાળગીતો ગાશે,
થાળીઓ પછાડતા એ મધ્યાહન ભોજન ખાશે,
પાછી રિશેષ પડશે ને વંડીએ છોકરાઓ બેસશે,
કબડ્ડી-ખો ખો રમી બાળકો ફરી ટાંટિયા ખેંચશે,
એ શાળા તું ના હારતી હિંમત,
ગુરુ અને ચેલાઓ ફરી કરશે તારી કિંમત,
ફરી ઉત્સવો ઉજવાશે અને શાળા તારી એકલતા જાશે..
"શાળા તું મુંજામાં"