ઊભાં છીએ હા છીએ ઊભાં છીએ,
ઘાસની ગંજી ઉપર ઊભાં છીએ.
કોઈ પણ રસ્તો નથી મંજિલ નથી,
ખીણ છે ને ખીણ ઉપર ઊભાં છીએ.
તું અગર આવી શકે તો આવજે,
છે નગર ખાલી અને ખાલી ઉપર ઊભાં છીએ.
સૌંદર્ય નો બીજો પુરાવો હોય શું?
તટ ઉપર ,તારા ઉપર ઊભાં છીએ.
વરસો પછી પણ એ નજરને જાણવા,
એજ ત્રિભેટા ઉપર ઊભાં છીએ.
ગામ નો ખૂણો હજુ અકબંધ છે,
ને હજી ખૂણા ઉપર ઊભાં છે.
મૌનથી અઘરું કશું હોતું નથી,
ચૂપ ઈશારા ઉપર ઊભાં છીએ.
ઉભવું ને જાગવું ને માંગવું ને તાકવું,
કોઈ પણ કારણ ઉપર ઊભાં છીએ.
-વિનુ બામણિયા "અતીત"
11/11/17