ગુરુ ગમસે ગમ પાયો
✍🏻 સંત હરિદાસ
☘️🍁☘️🍁☘️🍁☘️
ગુરુ ગમસે ગમ પાયો,અજબ ખેલ રચાયો
પૃથ્વીથી દોર લગો આકાશે,સુરતી શબ્દ મે મિલાયો
અણી અગર પર આશંન કીના,પોપ અસ્થાન પરખાયો...
ઉલટી ગંગા સુલટ સંગમ કરે,નિશદીન મે નાયો
સ્વયંભુ સ્થાન સમજકર,અખંડ આનંદ આયો...
ત્રિપુટી ટંકશાળ પડે ત્યા,જ્યોતિ મોતિ મેઘ વરસાયો
ગગન ગરજે ગેબી ગાજે,અખંડ અવાજ પાયો...
ઍ અવાજ સંત કૌઇ સમજે,હંસ હજુર હરખાયો
હરિ ગુરુ દેવે દયા કરી,નામ અનામ નીરખાયો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻