ઝરૂખે ઝરૂખે દૃશ્ય બદલાય ,
શબ્દે શબ્દે વાક્યો બદલાય ,
ઘરે ઘરે રીત બદલાય ,
માણસે માણસે હુન્નર બદલાય ,
દોઢ કલાકે ચોઘડિયા બદલાય ,
24 કલાકે દિવસ બદલાય ,
7 દિવસે અઠવાડિયું બદલાય ,
30 દિવસે મહિનો બદલાય ,
બાર મહિને વર્ષ બદલાય ,
વ્યવહારે વ્યવહારે લાગણી બદલાય ....